ભીમ જમે અને શકુની હંગે
ગુજરાતીમાં કહીએ તો ભીમ ખાય અને શકુની અઘે.
અંગ્રેજીમાં જો ભાવાર્થ કરીએ તો વધુ ગંદુ ગણાય. ગુજરાતી અને કાઠીયાવાડીમાં પણ ચોક્ખું તો ન જ ગણાય. પણ કોમનમેન (સી.એમ.) એટલે કે ચીફ મીનીસ્ટર નહીં પણ સાચે સાચ કોમન મેન ક્યાંક તો ઠીક ઠીક છૂટ લઇ શકે તેવું હોવું જોઇએ. એટલે આ બ્લોગનું શિર્ષક આવું રાખ્યું છે.
હમણાં મોદીકાકાએ તેમના વિરોધીઓને એટલે કે બનીબેઠેલા તટસ્થ સેક્યુલારીસ્ટ ટીવી ચેનલ બેખબરપત્રીઓને અને ગુર્જરીના અતિવાચાળ કોંગી નેતાઓને ઠીક ઠીક "ભઠાવ્યા". ગુર્જરીમાં યમક જોવાની છૂટ છે.
બહુ મજા પડી. સીટ વાળી વાતે સ્તો. હવે એક ગોદો ગુર્જરભાષા-જોડણીમુક્તિમંડળને મારીએ તો તેઓને હિસાબે "હ્રસ્વ", "દીર્ઘ" અને "સ", "શ" અને "ષ" કારો ને જાતિહીન કરી દઈ "સ્વર"માં ફક્ત દીર્ઘ અને "સ"ઓમાં એક જ સ-કાર રાખવાનો છે.
તો હવે આ "સીટ"નું યમક થઇ જાય અને કાલ ઉઠીને કોઇ માથાફરેલ જજ સાહેબ એવું સમજે કે આમાં અંગ્રેજીમાં "એસએચ આઇ ટી" અભિપ્રેત થાય છે. અને બંધારણીય રીતે સ્થપાયેલી ઇન્વેસ્ટીગેશન ટીમ એ જજને સમકક્ષ જ ગણાય એટલે આમાં અમારું પણ અપમાન થાય છે. અને જજ સાહેબોને વતાવવામાં માલ નહીં. એમને વતાવીએ તો ભારે થાય.
પણ એ વાત જવાદો. સામાન્ય માણસને "સીટ"ને અપમાનજનક કે હાસ્યાસ્પદ સ્થિતીમાં મુકવાની ઈચ્છા હોતી નથી. હા એટલું ખરું કે મોદી વિરોધીઓ ખીસીયાણા પડી જાય ત્યારે તેમના મોંઢાં જોવાની મજા આવે છે.
પણ વાત હતી "ભીમ જમે અને શકુની હંગે" એમાં આ મોદીવિરોધીઓની ખીસીયાણાપણાની વાત ક્યાંથી આવી ગઇ?
તો હવે માંડીને વાત કરીએ. "શનિ" નું નામ તો જેઓ બુઝર્ગ છે તેમણે સાંભળ્યું હશે. આમ તો આ "શ્રી શનિ" કેટલીક રાજકારણીય ગેંગો માટે "શનિ"ના ગ્રહ જેવા જ હતા. તેઓ શ્રી એક અસામાન્ય બુદ્ધિપ્રતિભાવાળા વ્યંગ ચિત્રકાર હતા. કાઠીયાવાડીઓની હાસ્યવૃત્તિ બેનમૂન હોય છે. જ્હોન હેર્સી એ કહેલું કદાચ કૃષ્ણ ભગવાન પણ હસવાનું કાઠીયાવાડમાં સ્થાયી થયા પછી જ શિખ્યા હશે.
આ વ્યંગચિત્રકાર શ્રી શનિ, "આર કે લક્ષ્મણ" અને "ચો" ને સમકક્ષ હતા. પણ દેવોએ ઈશ્વરને કહ્યું કે અમે સ્વર્ગમાં બોર થઇએ છીએ હે દેવાધિદેવ મહાદેવ તમે કંઇ કરો. એટલે ભોળા ભગવાને તેમને વહેલા બોલાવી લીધા.
હવે આ "શનિ"એ ગુજરાતી ભાષાની સેવાની શરુઆત "રમકડું" નામના બાલમાસિકથી કરેલ. તેમના પાત્રો હતા નથુભાઈ, સરુ-ચીચી, હું અને મારા બા, નાનો નટુ અને કદાચ ટચુકભાઈ પણ. આ પાત્રોએ અમને જેટલું શિખવાડ્યું છે અને જેટલો આનંદ આપ્યો છે તેવો આનંદ અમને કોઇએ આપ્યો નથી.
કાળનું કરવું કે કોઇએ શામળદાસ ભાઈના કાનમાં ફુંક મારી કે આ શનિભાઈએ જે નથુભાઈનું પાત્ર સર્જ્યું છે તેતો તમારી પ્રતિકૃતિ છે. અને શનિભાઈ વાસ્તવમાં તમારી મજાક ઉડાવે છે. આમ તો શામળદાસભાઈ મહાત્માગાંધી વાદી હતા એટલે એવું ખોટું લગાડે તેમ નહતા. કદાચ બીજું કારણ પણ હોઇ શકે. પણ શ્રીશનિ, આરઝી હકુમતના પ્રણેતા એવા શામળદાસગાંધીના "રમકડું"માંથી છૂટા થયા.
પછી શ્રી શનિનો સીતારો વધુ ચમક્યો. અને તેમણે "ચેતમછંદર" નામનું સાપ્તાહિક ચાલુ કર્યું. તેમના બધા પાત્રો એટલે કે નથુભાઈ સરુ-ચીચી, હું અને મારા બા, નાનો નટુ, મોટો મનુ, ટચુકભાઈ બધા "ચેત મછંદર"માં આવી ગયા. અને તેમાં નવા પાત્રો ઉમેરાયા જે હતા. "આપા" અને "મેપા". અને સાચે સાચ સૂચિત રાજકીય નેતાની પ્રતિકૃતિ જેવા કઢીદાનજી અને ઢીંગલો અને કદાચ બીજા પણ હશે પણ અમે અમારી તે વખતની ઉંમરને હિસાબે બહુ જાણતા નથી.
હવે તે વખતે કોંગ્રેસી નેતાઓ બહુ બગડેલા નહીં. પણ મધ્યમ વર્ગની જનતાની અપેક્ષાઓથી થોડા ઉણા જરુર હતા. અને છતાં પણ આ કોંગ્રેસી ભાઈઓ નિરંતર વિરોધ પક્ષની વિરુદ્ધ નિવેદનો કરતા.
"આપા" એ કાઠીયાવાડી બાપુ (ગરાસદાર) હતા. "મેપો" તેમનો હજામ હતો. ઉપરની વાતને અનુલક્ષીને શ્રીશનિએ કટાક્ષ ચિત્રો દોરેલ.
પહેલા ચિત્રમાં મેપાને કળશો (લોટો) લઈને જતો બાતાવ્યો છે અને આપા તેને જતો જુએ છે.
બીજા ચિત્રમાં વળી પાછો ફરીથી તે મેપાને કળશે જતો બતાવે છે. અને આપા તેને જતો જતો જુએ છે.
ત્રીજા ચિત્રમાં પણ આવીરીતે ફરીથી કળશો લઈને ફરીથી જતો બતાવે છે.
ચોથા ચિત્રમાં આપા મેપાને પૂછે છે કે "મેપા, આ સવારે સવારે શું માંડી છે?".
પાંચમાં ચિત્રમાં મેપો કાટાણા મોઢે કહે છે "નેપાળો લીધો છે... બાપુ!"
(નેપાળો એ બંધકોષ થયો હોય તો મળમુક્તિ માટેની બુટ્ટી છે)
છઠ્ઠા ચિત્રમાં આપા કહે છે "તે એમાં આ કળશે કળશે હેનો જાય સે? એક બોઘેણું લઈને જાને એટલે એય નિરાંતે બેસીને હંગાય .... આપણા નેતાઓની ઘોડ્ય".
અને સાતમા ચિત્રમાં બધા કોંગ્રેસી નેતાઓને હાજતે બેઠેલા બાતાવે છે. અલબત્ત સુરુચિ ભંગ નથાય એટલે સહુએ પગ આગળ ઠીક ઠીક મોટું બોઘેણું રાખેલું છે. અને આમેય બોઘેણું તો મહાસમયમાટે ના પૂનઃ પૂનઃ પ્રક્ષાલન માટે જરુરી તો હોય જ.
કોંગી ભાઇઓની વાત આવી છે. "કોંગ્રેસીભાઇઓ" એમ નહીં કહીએ કારણકે શ્રી મોરારજી દેસાઈએ કહ્યું હતું કે કોંગ્રેસસંસ્થાનું તો ૧૯૭૭માં વિસર્જન થઇ ગયું છે. અને જે કોંગ્રેસની વાત થાય છે તે છે Cong. (I) એટલે કે કોંગ ઈન્દીરા. કોંગી.
જ્યારે જ્યારે નરેન્દ્ર મોદી એક એક લોક હિતનું કામ કરે ત્યારે કોંગીભાઇઓના પેટમાં ચૂંક ઉપડે છે. અને તેથી "સીટ" જેવો પ્રસંગ આવે ત્યારે આવા પ્રસંગનો તેઓ "નેપાળા" તરીકે ઉપયોગ કરવા તલપાપડ થઇ જાય છે.
પણ જો ભીમ જમ્યો નહોય તો?
જો ભીમ જમ્યો નહોય તો શકુની શું કરે?
તો કોંગી નેતાઓ ફક્ત "વા... છૂટ" કરે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો